ધંધુકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત : ૧નું મોત

1922
guj28102017-5.jpg

ધંધુકા પાસે આવેલ હિંદવા હોટલ પાસે છકડો રીક્ષા અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા એક વ્યકિતનું કરૂણ મોત નિપજયુ હતુ આ ઘટનાની જાણ થતા જ ધંધુકા ઈમરજન્સી ૧૦૮ ના ઈએમટી અશોકભાઈ જમોડ તેમજ પાયલોટ હરેશભાઈ જીણીયા તેમજ ધંધુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર ધંધુકા-બગોદરા હાઈવે ઉપર જાળીયાના પાટીયા પાસે આવેલ હિંદવા હોટલ નજીક તા.ર૭/૧૦ના રોજ બપોરના અરસામાં ફેદરા તરફથી આવી રહેલી કિરણ ટ્રાવેલ્સ અને ફેદરા તરફ જઈ રહેલ છકડો રીક્ષા નં.જી.જે.૧૩.એ.ટી.પ૮૭૯ વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત સર્જાતા છકડા ચાલક વસનભાઈ બધાભાઈ સોવસીયા ઉ.વ.૪૩ રહે.નિનામા, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગરને લોહિયાળ ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિયજયુ હતુ જયારે અન્ય પાંચેક જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેઓ સારવાર અર્થે ખાનગી વાહનમાં ચાલ્યા ગયા હતા.આ ઘટનામાં ભોગ બનનારનું પી.એમ.ધંંધુકા રેફરલ હોસ્પીટલ ખાતે કરવામાં આવ્યુ હતું. આ અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Previous articleભાદરણ-ગંભીરા રોડ પરથી ગૌવંશ ભરેલા બે ટ્રકને ઝડપ્યા
Next articleએક જ દિવસમાં પતિ-પત્નીના મોતથી ભારે અરેરાટી ફેલાઈ