હોમગાર્ડ કમાન્ડન્ટ કાપડીયાનો વિદાય નવનિયુક્તિ જોશીનો સત્કાર સમારોહ

1534
guj2522018-3.jpg

દામનગરના ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર કાપડીયાને વિદાય અને નવનિયુક્ત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશીને સત્કાર સમારોહ યોજાયો હતો. દામનગર, લાઠી, લીલીયા સહિત જિલ્લાભરના હોમગાર્ડ યુનિટો માનદસેવા આપતા હોમગાર્ડ યુનિટ ગુજરાત રાજ્યમાં પંચાવન હજાર જવાનો પાંચ કરતા વધુ તાલીમ કેન્દ્રો દ્વારા હોમગાર્ડ જવાનોને આંતરિક સુરક્ષા માટેની તત્પરતા સમય પાલન જેવા સદગુણોની સરાહના કરાય હતી. નિવૃત્ત થતા જિલ્લા કમાન્ડર કાપડીયાનું જિલ્લાના તમામ યુનિટો દ્વારા ભવ્ય બહુમાન કરાયું હતું અને નવનિયુક્ત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશીને આવકારતા જિલ્લાના તમામ યુનિટો, શિસ્ત સ્વચ્છતાને સલામતી માટે તાલીમ કેન્દ્રના ઈન્સ્ટેક્ટર ગોહિલ દ્વારા હૃદય સ્પર્શી વક્તવ્ય આપતા હોમગાર્ડની જવાબદારી સમય પાલન સ્વચ્છતા શિસ્ત પર ભાર મુકતા વેતન કરતા વતનને મહતા આપણી ફરજ છે તેમ જણાવ્યું હતું. માનદ સેવાનું કોઈ નાણાં મૂલ્ય નહીં પણ અમુલ્ય છે.
આ સન્માન સમારોહમાં દામનગર શહેર હોમગાર્ડ યુનિટ લાઠીયા, લીલીયા, બગસરા, ધારી, ખાંભા, અમરેલી સહિતના હોમગાર્ડ જવાનો સામાજિક સંસ્થાઓના સુત્રધારોની વિશાળ હાજરીમાં માનદસેવા કરતા હોમગાર્ડ જવાનોની સેવાની સરાહના કરાયેલ હતી.
જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અને તાલીમ કેન્દ્રમાં ફરજ બજાવી ચુકેલ ગોહિલ, કાપડીયા સહિતની સેવાની સરાહના કરાય. આ તકે દામનગર ચેમ્બર ઓફ કોમર્સના અમરશીભાઈ નારોલા, કિશોરભાઈ ભટ્ટ, જીતુભાઈ ભલર, નટુભાઈ ભાતિયા, અતુલભાઈ શુક્લ, વિનુભાઈ જયપાલ, બદલભાઈ ભટ્ટ સહિત સામાજિક કાર્યકરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleરાજુલા અને જાફરાબાદ ન.પા. પ્રમુખ માટે બેઠકોનો ધમધમાટ
Next articleદામનગર ખાતે ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફનું સન્માન