મોટી પાણીયાળી ગામેથી દારૂ સાથે શખ્સ ઝડપાયો

798
bvn2892017-2.jpg

પાલીતાણા  રૂરલ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ જે.એમ. પરમાર તથા એએસઆઈ એલ.ટી.ગોહિલ, પો.કો. રાજેશભાઈ ગઢવી, પોલીસ સ્ટેશનનાં અન્ય સ્ટાફ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે સમયે પીએસઆઈ જે.એમ.પરમારને મળેલ બાતમી મુજબ મોટી પાણીયાળી ગામની સીમ વિસ્તારમાં   પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ બોટલ નંગ ૦૭/- કિંમત રૂ. ૨૧૦૦/- ના મુદ્દામાલ સાથે વિક્રમભાઇ હમીરભાઇ બારૈયા રહે મોટી પાણીયાળી વાડી વિસ્તારમાં પોતાનાં કબ્જા ભોગવટામાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી પાડી પ્રોહિ એકટની અલગ અલગ કલમ મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.