સુએઝ પ્લાન્ટ મુદ્દે લાંબી ચર્ચાએ બોર્ડ કંટાળાજનક બન્યું

657
bvn2892017-13.jpg

ભાવનગર મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ આ બેઠકમાં ઠરાવો ચર્ચાને અંતે પાસ થયેલા. બેઠકની પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ભરત બુધેલીયાએ એકસેલ પાછળના ભાગે આકાર લઈ રહેલા સુએઝ ટીટમેન્ટ પ્લાન્ટ અંગે કામ કયારે શરૂ થયુ, કેટલુ કામ થયુ, કામની સમય મર્યાદા વિગેરે પ્રશ્નો પુછયા હતા, જેમાં આ ૪૩ કરોડના કામ બાબતે કેટલાંક વધુ પડતા પ્રશ્નો ઉભા કર્યા હતા અને એવી રાજકીય ટકોર કરી કે, શું આવો ગાંડો વિકાસ કરવાનો છે.
સમય મર્યાદામાં કામ પુરૂ ન થતા વધુ મુદત અંગેની વાતો કરી હતી તેમણે પેનલ્ટી માટેની બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો. બોર્ડની બેઠકમાં એકના એક મુદ્દે બુધેલીયાએ લાંબી લાંબી ચર્ચા કરી મુદ્દાને વારંવાર રીપીટ કરતા અને તેમાં ચેરમેન સુરેશ ધાંધલ્યા સામે આક્ષેત્મક નિર્દેશ કરતા શાસક પાર્ટીના ચેરમેન સુરેશ ધાંધલ્યાએ કોંગી સભ્ય બુધેલીયાની આવી આક્ષેત્મક ખોટી વાતને ફગાવી દેતા સાફ સાફ શબ્દોમાં જણાવ્યુ હતુ મારા સામે કોઈ આક્ષેપ સાબીત કરી આપો તો રાજીનામુ ધરી દેવાનો પડકાર ફેકતા બુધેલીયા ઢીલા પડી ફેરવી તોળ્યુ હતુ કે, કામમાં વિલંબ ન થયા અને બીજો વાંધો નથી, ચેરમેન સારા માણસ છે.
બુધેલીયાએ ઉઠાવેલ પ્રશ્નોતરીના પ્રશ્નોની વાસ્તવિક સ્થિતીનો ખ્યાલ આપવા તંત્રને મેયરએ સાફ શબ્દોમાં જણાવી ભરતભાઈ તમારા પ્રશ્નનો જવાબ કમિશ્નરએ પણ આપી દિધો છે, તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે આવા પ્રશ્ને લાંબી ચર્ચા અને એકની એક વાત વખતો વખત રીપેટ કરવા સામે ચેરમેન સુરેશ ધાંધલ્યાએ પડકાર રૂપ એમ પણ જણાવી દિધુ હતુ કે, આ બોર્ડ છે, બોર્ડમાં આવી વાહિયાત ચર્ચા કરીને સભાગૃહનો કિંમતી સમય બગાડવા સામે ચેરમેને લાલ આંખ કરીને આવા મોટા પ્રોજેકટ બબતે જયારે વિકાસનુ કામ થઈ રહયુ છે અને તે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમં તેમાં સમય લાગે તે કોઈ નવી બાબત નથી અગાઉ પણ દ્યણા પ્રોજેકટોમાં સમય મર્યાદાઓ પણ અપાય છે અને બુધેલીયાએ છેવટે કેવુ પડયુ તમે મારા ભાઈ જેવા સીધા માણસ છો તેમ કહીને ચેરમેનને ભલુ મનાવવા જેવી વાત કિધી હતી. બોર્ડમાં રહિમ કુરેશીએ મિનિટસ અને ઠરાવમાં જુદી બાબત મુદ્દે વાંધો લેતા મેયરે અગાઉના ઠરાવમાં સુધારો થશે તેવી વાત કિધી હતી. બુધેલીયાએ એવી વાત પણ કરી કે મારી વાતને ચેરમેને વાહિયાત તરીકે ગણાવી દ્યણુ દુઃખ થયુ. જો કે આજના બોર્ડમાં નેતા જયદિપસિંહ ગોહિલે ભાજપ શાસકોને આડે હાથ લેતા કન્સલટીન પાછળના લાખો રૂપિયાના ખર્ચાને બીન જરૂરી ગણાવી કોર્પોરેશનમાં મોટામાં મોટો દિકરો હોય તો તે કન્સલટીંગ છે અને તે જવાબદારી છે આમ કહીને ચિત્રા ફુલસરના ત્રણ પ્રોજેકટો પુરા નથી થયા તેની વિગતો આપી હતી, તેમણે કન્સલીટર પાછળ રૂા.૪૪ લાખના ખર્ચની વિગત પણ માંગી વહિવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણે તંત્રને એવી ટકોર કરી કે કોઈ વાતમાં તથ્ય ન હોય અને સત્તામાં બેઠેલી પાર્ટીએ આવુ સાંભળવુ પડે તે ચલાવી લેવા જેવી બાબત નથી તેમ કહીને તંત્રને ચીમકી આપી સાચી વિગતો આપવા જણાવ્યુ હતુ. આ બેઠકમાં પારૂલબેન ત્રિવેદી, હિમત મેણીયા, અરવિદ પરમાર વિગેરેએ જુદા-જુદા પ્રશ્નોની ચર્ચામાં ભાગ લીધો હતો. આખુ બોર્ડ ચીલા ચાલુ જેવી સ્થિતીએ ચાલ્યુ હતુ, વાત એક વખત ઝાઝી જેવી છાપ બોર્ડની ઉપસી હતી, જો કે મેયરએ લોકશાહી ઢબે વિપક્ષોને રજુઆત કરવા પુરતી તક પણ આપી હતી.