રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક

937
gandhi3092017-2.jpg

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વેને આજે મુખ્ય ૬ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. જેમાં આવનારી વિધાન સભા ચૂંટણીઓને લઇને તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.  રાજ્યમાં પ્રથમ વખત ફફઁછ્‌ દ્રારા તમામ બેઠકો પર ચૂંટણી યોજાનારી છે ત્યારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આ બાબત સમજાવવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ૬ મુખ્ય રાજકીય પક્ષોમાંથી ૪ પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.  કોંગ્રેસ તરફથી મતદાર યાદીઓમાં ચેડાને લઇને રજૂઆત કરવામાં આવી તો સાથે જ બેજવાબદાર અધિકારીઓની સામે કડક પગલાંની પણ માંગ કરવામાં આવી હતી. 
ભાજપ તરફથી વિપક્ષના ખોટા પ્રચાર સામે નિયંત્રણને લઇને પગલાંની માંગ કરાઇ હતી. ચૂંટણીપંચની આ બેઠકથી વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. આગામી દિવસોમાં આવી વધુ બેઠકો પણ યોજાશે જેમાં રાજકીય પક્ષોના ઉમેદવાર અને ખર્ચલક્ષી મુદ્દાઓને સાંભળવામાં આવશે.

Previous article અંધ ઉદ્યોગ શાળાની પ્રજ્ઞાચક્ષુ બાળકોની ટીમ કલા ઉત્સવમાં રાજ્યકક્ષાએ પ્રથમ
Next articleઆજે રૂપાલની પરંપરાગત અને ભવ્ય પલ્લી