બોટાદમાં ભાજપ દ્વારા કારોબારી બેઠક સાથે પ્રશિક્ષણ વર્ગનું થયેલું આયોજન

811
guj1102017-4.jpg

બોટાદની આર.એન. કળથીયા સ્કુલ ખાતે આજે જિલા ભાજપની કારોબારી બેઠક તેમજ પંડિત દિનદયાળ વિસ્તારક ભાગ-૨ નો પ્રશિક્ષણ વર્ગ  યોજાયો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર, કિશાન મોર્ચાના પ્રદેશ પ્રમુખ બાબુભાઈ જેબલિયા, બોટાદના ધારાસભ્ય ડો.ટી.ડી. માણીયા સહિત જિલા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. જિલા ભાજપની કારોબારીમાં દીપ પ્રગટાવી ખુલી મુકવામાં આવી હતી અને ત્યારબાદ મહેમાનોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યા હતું તેમજ મનસુખભાઈ માંડવીયા અને મંત્રીઓના હસ્તે જિલા ભાજપના ૮૦૦ જેટલા કાર્યકરોને સક્રિય સભ્યોના કાર્ડ આપવામાં આવ્યા હતા. મનસુખ માંડવીયા દ્વારા જણાવવામાં આવેલ કે આગામી દિવસોમાં બોટાદમાં વિકાસ ગૌરવયાત્રા આવી રહ્યા છે તેની વાતો કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કર્યા છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકરોના આધારે ચુંટણી લડે છે. વિકાસ એ ભાજપનો મંત્ર છે. ૧ કરોડ ૧૩ લાખ ઓનલાઈન રજીસ્ટ્રેશન વાળા સભ્યો છે. આ સભ્યોના આધારે ચુંટણી લડવાના છીએ અને ૧૫૧ પ્લસ સાથે ચુંટણી જીતશું. આ કારોબારી બેઠકમાં જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.