ગરબા મહોત્સવ આધુનિકતાથી અર્વાચીન તરફ પ્રયાણ

1437
bvn1102017-16.jpg

શહેરોમાં એક સમય એવો હતો કે આસો માસની નવરાત્રી સમયે આબાલ વૃધ્ધ સૌ કોઈ ઘર આંગણે માતાની ગરબી પધારવી રાસ- ગરબા સાથે માતૃ ભકિતમાં લીન બનતા સમયની સરવાણી સાથે ટ્રેન્ડ બદલાયો આધુનિક ગરબા, દેશી રાસનું સ્થાન વેસ્ટર્ન કલ્ચરના મ્યુઝીક સાથે અર્વાચીતાનો સમાવેશ કરી પ્રોફેશનલ ધોરણે વિશાળ પાર્ટી પ્લોટોમાં મસ મોટા આયોજનો થવા લાગ્યા જેમાં સંગીતની પરીસીમાં  ગણી શકાય તેવા વાંદ્યો સાથે નવ યુવક યુવતિઓ સંગીતના સથવારે અલગ પ્રકારના નૃત્ય થકી નવરાત્રીની ઉજવણી કરતા થયા આ બાબત શહેરથી લઈને ગામડા ગામ સુધી પહોંચી ગામડાના નવ લોહીયાઓને પણ આ બાબત અતિ આકર્ષિત કરી પરિણામેશ હેરોમાં યોજાતા પ્રોફેનલ રાસ ગરબાનું વેપારીકરણ સાથે વ્યવસાયીક સ્પર્ધાઓનો આરંભ થયો અને હાલ દિન પ્રતિદિન મનોરંજનના વિવિધ માધ્યમો સાથે આ વ્યવસાય ધૂમ મચાવતો થયો છે. માત્ર ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્ર પંથકમાં નવરાત્રી મહોત્સવ નવ દિવસનો મહા મહોત્સવ કરોડો રૂપિયાનો કારોબાર કરતો મહોતસવ સાબીત થઈ રહ્યો છે. 
પરંતુ ગુજરાતની જુની અને જાણીતી કહેવત આ મહા મહોત્સવને પણ લાગુ પડી અતિની કોઈ ગતિ નહીં પાંચથી દસ વર્ષ સુધી આધુનિકતાનો સંગાથ લોકોએ મનભરીને માણયો પરંતુ ત્યાર બાદ વર્ષો જુની પરંપરા જે આધુનિક પેઢીના મન મસ્તીષ્ક પરથી વિસરાઈ ચુકી છે. એ યાદ આવી આથી છેલ્લા બે વર્ષથી વર્ષો પુર્વે શેરી, પોળ, સોસાયટીના આંગણે યોજાતી ગરબીની રોનક ધીમે ધીમે પરત ફરી રહી છે. 
આ વર્ષે કરાયેલા લોક સર્વે પરથી સ્પષ્ટ પણે જાણી શકાયુ છે કે લોકો ઘર આંગણે ઉજવાતા નવરાત્રી મહોત્સવ પ્રત્યે  સર્વાધિક રસ દાખવી આવા આયોજનોમાં સહભાગી બની પર્વને યાદગાર બનાવી રહ્યા છે. લોકોનું જુના આયોજન તરફ પરત ફર્યુ તે અંગેના અનેક કારણો છે. જેમાં પ્રથમ કારણ, મોંઘવારી, બીજા ક્રમે સલામતી, ત્રીજા ક્રમે સ્વાસ્થય, ચોથા ક્રમે સમયનો અભાવ અને પાંચમુ કારણ છે. આપણા લોકોમાં ધરબાયેલી મૂળ સંસ્કૃતિના ગુણ ગુજરાતી લોકો અજમાઈસનો એકપણ અવસર છોડતા નથી. અખતરો, પ્રયોગ કર્યા બાદ પણ નવુ અપનાવવાના બદલે મુળ બાબત જ સર્વ સ્વીકાર્ય રાખે છે. આ વૃષે લોકોનો શેરી ગરબા પ્રત્યેનો સ્નેહ મુળ મૌલિકતા તરફ પરત ફરી રહ્યા હોવાનો સ્પષ્ટ પણે નિર્દેશ કરે છે. 

કલા દ્વારા અભિવ્યકિત રજુ થાય છે 
પ્રત્યેક વ્યકિતમાં કોઈને કોઈ ખાસ લક્ષણ, ગુણ છુપાઈને પડ્યો હોય છે આ ગુણને ખુબ જ સહજતાપુર્વક પ્રદર્શીત કરવાની સુવર્ણ તક નવરાત્રીમાં પ્રાપ્ત થાય છે. જે બાબત સમાજને તમે બોલી અથવા અન્ય માધ્યમથી વ્યકતનથી કરી શકતા તે બાબત  રાસ-ગરબા થકી સહજ અને સરળતાથી વ્યકત કરી શકો છો. ગરબા રમવાથી શારિરીક કસરત સાથો સાથ આધ્યાત્મિક શાંતિ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે. ગરબે રમવા માટે કોઈ વયનુ પણ બંધન નથી પારંપરીક રાસ ગરબા જે દરેકે અપનાવવા જોઈએ જેમાં સર્વેનુ હિત સમાયેલુ છે.
–  ફેનીશા ચૌહાણ

સામાન પ્રધાન્યતા આપવુ જોઈએ
શહેરમાં યોજાતા પ્રોફેશ્નલ આયોજન થકી નવ યુવતીઓને આધુનિક ફેશન રહેણી કરણી સાથે સાથે જાણવા જોવાનો અવસર પ્રાપ્ત થાય છે.  પ્રોફેશ્નલ આયોજતોમાં અલગ-અલગ વર્ગની યુવતીઓ આવે છે જે પોતાની સાથે પોતાની ખાસ ઓળખ લઈને આવે છે જેમાં ગરબાના સ્ટેપ્સ થી લઈને પહેરવેશ  સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે  મારી દ્રષ્ટીએ ઘર આંગણના અને શહેરી દરજજાના બન્ને આયોજનો ખુબ મહત્વના છે બન્ને સ્થળોએ મહાલવુ જરૂરી છે.
– ધાર્મિ બારૈયા

ફિજીકલી ફિટ રહેવાનો મંત્ર : નવરાત્રી
ભાદરવા માસ દરમ્યાન પિતૃ શ્રધ્ધ પક્ષમાં લોકોએ મનભરીને ધી, તેલથી સમૃધ્ધ આહારો આરોગ્યા હોય છે. આસો માસના પ્રારંભે નવ દિવસમાં આધિશકિતની સેવાપુજા, ઉપવાસ થકી શારિરીક અને આધ્યાત્મિક શકિત પ્રાપ્ત કરવાનો સોનેરી અવસર છે. લોકોને ત્રણ કિલો મીટર ચાલવાનું કે ર કલાક કસરત કરવાનુ કહેશુ તો તે નહીં કરે પરંતુ નવરાત્રીના નવ દિવસ ૪ થી પ કલાક ગરબા રમવાની વાત આવે તો કોઈ જળહાના નહીં બતાવે ભાવ, ભકિત, રાસ ગરબા સાથે સારા સ્વાસ્થ્યની પ્રાપ્તી કરી શકાય છે. 
    – ડિમ્પલ વી. 

મહિલાઓ માટે શેરી ગરબા જ ઉચીત
બાર માસના સમુહ એટલે વર્ષ વર્ષના સમાપન સમયે આસ્થા ઉપાસનો અનેરો અવસર એટલે નવરાત્રી નવ દિવસ સુધી રાત્રે કુટુંબ, પરિવાર તથા આસપાસ રહેતા લોકો સાથે મળી આ ઉત્સવમાં સામેલ થાય ત્યારે એક વિશાળ કૌટુંબીક મેળવડા જેવો માહોલ જોવા મળે છે. શેરી ગરબા મહિલાઓને પોતીકુ અહેસાસ કરાવે છે આ નવરાત્રીના અવસર થકી એક બનીને રહેવાનો મોકો પ્રાપ્ત થાય છે. ખરેખર મહિલાઓ માટે શેરી ગરબા જ સૌથી ઉચતી છે 
    – સેજલબેન

Previous articleદુર્ગાવાહીની દ્વારા શસ્ત્રપુજન તથા હવનનો કાર્યક્રમ યોજાયો
Next articleજે.કે.સરવૈયા કોલેજમાં વ્યાખ્યાન