વિશ્વના તમામ નાગરિકો માનસિક, આધ્યાત્મિક અને શારિરીક શાંતિ મળે તેવા હેતુ સાથે સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલું વર્ષે ચોથા વિશ્વ યોગ દિનની ઉજવણી થનાર છે. ગાંધીનગર શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૪ થી ૨૦ મી જૂન, ૨૦૧૮ દરમ્યાન દરરોજ સવારના ૬ થી ૭ કલાક સુધી નિશુલ્ક યોગ શિબીરનું આયોજન સ્વર્ણિમ પાર્ક, ઘ-૪ અને સેકટર-૧ તળાવ ખાતે કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક, ઘ-૪ ખાતે નિશુલ્ક યોગ શિબીરનો આરંભ થયો હતો. આ યોગ શિબીરમાં નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા, જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા. ભાવનાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ આ નિશુલ્ક યોગ શિબીરનો લાભ લીધો હતો.


















