મહુવા પ્રા. શાળાના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા

1338
bvn2102017-1.jpg

મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.-૧ના ધો.૭ના વિદ્યાર્થી સોલંકી હર્ષલ ભરતભાઈ તથા શાળા નં.-૬ની ધો.૮ની વિદ્યાર્થીની ગજ્જર પ્રિયાંશી અરવિંદભાઈ તાલુકા કક્ષાની ઓનલાઈન ગુજરાત ક્વિઝ સ્પર્ધામાં વિજેતા બની જિલ્લા કક્ષાની ઓનલાઈન ગુજરાત ક્વિઝ સ્પર્ધા માટે પસંદગી પામેલ છે. તેમજ  શાળા નં.-૯ની ધો.૮ની વિદ્યાર્થીની ખીચી ગુલાબકૌર હમીરસિંઘ મહુવા તાલુકા કક્ષાના કલા ઉત્સવ-૨૦૧૭માં ચિત્ર સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા માટે પસંદગી પામેલ છે. મહુવા એમ.એસ.બી. કલસ્ટર-૯ની આ ત્રણેય શાળાઓએ મહુવા શિક્ષણ સમિતિનું ગૌરવ વધારેલ છે. તેમની આ સિધ્ધિ બદલ શાળા નં.૧ના આચાર્ય રાજેન્દ્રભાઈ દેવમુરારી, શાળા નં.૬ના આચાર્ય વિજયભાઈ વાઘેલા, શાળા નં.૯ના આચાર્ય વિજયભાઈ દેવગાણિયા, એમ.એસ.બી.કલસ્ટર-૯ના કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતા તથા શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ.

Previous articleખાંભામાં રોડનું ખાતમુર્હુત
Next articleજિલ્લાકક્ષાના વિજ્ઞાન મેળામાં મહુવા શાળા નં.૬ની કૃતિ રજૂ