સિહોરમાં મહોરમ પર્વની શાનદાર ઉજવણી

1219
bvn2102017-4.jpg

સિહોર શહેર અને જીલ્લા સહીત સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો મહોરમની પરંપરાગત ઉજવણી કરી થઈ ગઈ છે. હજરત ઈમામ અને તેમના સાથીઓએ કરબલા માં ધર્મ અને સત્ય ના કાજે વહોરેલી શહાદત માં કરબલા ના શહીદની યાદમાં  પરંપરાગત પર્વ ની ઉજવણી કરવામાં આવે છે. ઈમામ હુસેનની શહાદતની યાદમાં મુસ્લિમ ધર્મમાં મોહરમનું પર્વ મનાવવામાં આવે છે. સત્ય અને અસત્યની લડાઈમાં ઈમામ હુસેન અને તેમના ૭ર વફાદાર સાથીઓએ કરબલાના મેદાનમાં ધર્મ ની રક્ષા અને સત્ય માટે શહાદત વહોરી હતી, જે શહીદોને યાદ કરીને મોહરમ પર્વ મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે મનાવવામાં આવે છે ગઈરાત્રી થી સિહોરના લીલાપીર વિસ્તારથી તાજીયા પડમાં આવ્યા હતા આજે થી ઘાંચીવાડ જલુનોચોક મકાતનોઢાળ થઈ આંબેડકર ચોક પોહચ્યા હતા ત્યાંથી પ્રગતેશ્વર રોડ થઈ સમી સાંજે ઠંડા થયા હતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે તાજીયા રૂટો પર ઠેર ઠેર સબીલ પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.