ધોરી ઘાટમાં ન્હાવા પડેલ કિશોરનું ડુબી જતા મોત

745
bvn2102017-6.jpg

શહેરના ચિત્રા ગણેશનગર-રમાં રહેતો કિશોર ચાર થી પાંચ મિત્રો સાથે સીદસર રોડ પર આવેલ ધોરી ઘાટમાં નાહવા પડેલ જ્યાં ડુબી જતા ફાયરસ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતક કિશોરની લાશને બહાર કાઢી સર ટી. હોસ્પિટલ ખસેડાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ચિત્રા-ગણેશનગર-રમાં રહેતા અરવિંદસિંહ ગોહિલનો પુત્ર અક્ષરદિપસિંહ ઉ.વ.૧૪ જે જ્ઞાનગુરૂ વિદ્યાપીઠમાં ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. જે મોડીસાંજે ચાર થી પાંચ મિત્રો સાથે સિદસર રોડ ફોલ્ટરની ટાંકી પાસે આવેલ ધોરી ઘાટમાં નાહવા માટે પડ્યા હતા. જ્યાં અચાનક અક્ષરદિપસિંહ ડુબી જતાં તુરંત ફાયરબ્રિગેડને સ્થાનિક લોકોએ જાણ કરાતા ફાયરસ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મૃતક કિશોરની લાશને બહાર કાઢી હતી અને બોરતળાવ પોલીસ સ્ટાફે જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ બનતા ક્ષત્રિય સમાજમાં ભારે શોક ફેલાયો જવા પામ્યો હતો.