પ્રદેશ પ્રમુખ પ્રેરિત ફ્રી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો

770
bvn2102017-9.jpg

શહેરના બાપેસરા કુવા વિસ્તારમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત સર્વરોગ નિદાન કેમ્પનું વિનામુલ્યે આયોજન કરવામાં આવ્યું હતું.
મહોરમ પર્વને લઈને શહેરના વડવા બાપેસરા કુવા સિપાઈ જ્ઞાતિ હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણીની પ્રેરણા તથા સર ટી. હોસ્પિટલ ભાવનગરના સહયોગથી વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ તથા સારવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડીકલ કેમ્પમાં મોટીસંખ્યામાં દર્દીઓએ રોગ નિદાન તથા દવા-સારવારનો લાભ લીધો હતો. જ્યારે હૃદયરોગના દર્દીઓને વધુ સારવાર અર્થે શહેરના સત્ય સાંઈ સેવા ટ્રસ્ટની ભલામણ કરવામાં આવી હતી.