પાલીતાણામાં કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા

1026
bvn2102017-8.jpg

પાલીતાણા શહેરમાં વર્ષોની પરંપરા મુજબ હઝરત ઈમામ હુસૈન અને એલેબેત એહલે અસાબ જે કરબલામાં ૭ર લોકો શહિદ થયા છે. એની યાદમાં વર્ષોથી તાજીયા બને છે. પાલીતાણાના તાજીયા ગુજરાતમાં નંબર ૧ પર હોય છે. દર વર્ષ અલગ-અલગ ડિઝાઈન તેમજ હાઈડ્રોલીક તાજીયા આકર્ષકનું કેન્દ્ર બને છે. પાલીતાણામાં કુલ ૪ મોટા અને પ નાના એમ કુલ ૯ અલગ-અલગ તાજીયા બને છે. આ તાજીયા પાલીતાણાના રાજમાર્ગો પર ફરે છે. આ તાજીયામાં લોકો સરબત ચા-ઠંડા પાણી તેમજ જુદી જુદી પ્રકારની નિયાજનું આયોજન કરે છે. પાલીતાણામાં વર્ષોથી તાજીયામાં હિન્દુ સમાજના લોકો પણ પાણી, સરબત, ચા જેવી ન્યાજની સબીલ કરે છે જે પાલીતાણામાં આ તહેવાર કોમી એક્તાથી ઉજવાય છે.
આ વખતે દશેરા અને મહોરમ એક સાથે હોવાથી લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમાં આઈપીએસ રાજીયાણ, પી.આઈ. વી.એસ. માંજરીયા, પીએસઆઈ જયેશ પરમાર, પીએસઆઈ વી.વિહોલ તેમજ એસઆરપીના જવાનો પોલીસ સ્ટાફ, હોમગાર્ડ જી.આર.ડી. સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો કે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે આ તાજીયાના દર્શન માટે હજારો હિન્દુ-મુસ્લિમ લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.
આજે આસુરા હોવાથી શિયા ઈશરી ખોજા સમાજ દ્વારા દર વર્ષની જેમ મગરીબની નમાજ બાદ ખત્રીવાડ, ખોજાવાડ, ખોજા મસ્જિદ પાસે માતમ કરાયું હતું.

Previous articleલેઉવા પાટીદાર સમાજ દ્વારા ઈનામ વિતરણ
Next articleશહેરમાં તાજીયાના ઝુલુસમાં શક્તિસિંહ ઉપસ્થિત રહ્યાં