રાજુલામાં ફોરેસ્ટ કચેરી પાસે સીસી રોડનું થયેલું ખાતમુર્હુત

827
guj4102017-3.jpg

રાજુલા ખાતે સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીના પ્રયાસોથી ફોરેસ્ટ ઓફિસ પાસે ૧ સાથે ર સીસી રોડના ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા.રાજુલા શહેરના વિકાસની હરણફાળ આગામી ચૂંટણી આવતા પહેલા શહેરનો એક પણ રોડ સીસી કે બ્લોક રોડથી મળ્યા વગર નહીં રહે તેવી હામ સાથે નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, ચેરમેન દિલીપભાઈ જોશી, વનરાજભાઈ વરૂ, મહેન્દ્રભાઈ ધાખડા, રણછોડભાઈ મકવાણા, ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતભાઈ જીંજાળા, બાબુભાઈ વાણીયા તેમજ લાલભાઈ મકવાણાની કામગીરીથી શહેરની જનતામાં આનંદ છવાઈ રહ્યો છે. કારણ ગઈકાલે સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીના પ્રયાસોથી ફોેરેસ્ટ ઓફિસ પાસે એક સાથે ર રોડના ખાતમુર્હુત કરાયા હતા.