ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લિ.નો આઇપીઓ ૯ ઓક્ટોબરે ખુલશે

830
guj5102017-2.jpg

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લિમિટેડએ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૬નાં રોજ પ્રસ્તુત કરેલ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં પરિશિષ્ટ એમાં સામેલ વ્યક્તિઓ (“વિક્રેતા શેરધારકો”) દ્વારા વેચાણની ઓફર મારફતે રોકડનાં બદલામાં રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતા ૬,૦૬૫,૦૦૯ ઇક્વિટી શેરનો આઇપીઓ ૯ ઓક્ટોબર, ૨૦૧૭નાં રોજ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. તેમાં પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૧,૬૪૫થી રૂ. ૧,૬૫૦ છે. આ ઓફરમાં કંપનીની પોસ્ટ-ઓફર પેઇડ અપ ઇક્વિટી શેર કેપિટલનો ૨૦ ટકા સુધીનો હિસ્સો સામેલ હશે.
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૧,૬૪૫થી રૂ. ૧,૬૫૦ નક્કી કરવામાં આવી છે. બિડ્‌સ લઘુતમ ૯ ઇક્વિટી શેર અને પછી ૯ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં કરી શકાશે. બિડ/ઓફર ૧૧ ઓક્ટોબર, ૨૦૧૭ને બુધવારે બંધ થશે. કંપની સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્‌સ) રેગ્યુલેશન્સ, ૨૦૦૯, જેમાં થયેલા સુધારા મુજબ (“સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સ”) બુક રનિંગ લીડ મેનેજર્સ (“બીઆરએલએમ”) સાથે ચર્ચા કરીને એન્કર ઇન્વેસ્ટર્સની ભાગીદારીનો વિચાર કરી શકે છે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર પીરિયડ દરમિયાન એટલે કે બિડ/ઓફર ખુલવાની તારીખનાં એક કાર્યકારી દિવસ અગાઉ એન્કર ઇન્વેસ્ટર્સ બિડ કરશે.  ઓફરનાં બીઆરએલએમ એક્સિસ કેપિટલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને આઇઆઇએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ છે. આરએચપી મારફતે ઓફર થયેલાં ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (“બીએસઇ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“એનએસઇ”) પર થશે.

Previous articleનીતિન પટેલે કરેલા ભૂમીપૂજન – લોકાર્પણની તકતીઓ ઉખાડીને કચરામાં ફેકાઈ
Next articleશિયાળબેટ ખાતે બોટ એસો.ના પ્રમુખને લાકડુ વાગતા મોત થયું