શિયાળબેટ ખાતે બોટ એસો.ના પ્રમુખને લાકડુ વાગતા મોત થયું

811
guj5102017-5.jpg

જાફરાબાદ શિયાળબેટ બોટ એસોસીએશન પ્રમુખ નાનજીભાઈ જગાભાઈ શિયાળ ઉ.વ.પ૩ પોતાનો મચ્છઉદ્યોગની મચ્છી સુકવવાના સામસામે દોરીથી બાંધેલ જાડી લાકડી જેને કાઠી કહે છે તે બાંધવાના સમયે એક લાકડું ઓચિંતા ભાંગતા નાનજીભાઈને ગંભીર રીતે વાગતા ઘટનાસ્થળે જ મોત નિપજતા તેને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ પટેલ, બોટ એસોસીએશન ઉપપ્રમુખ શિવાભાઈ નગાભાઈ, જ્ઞાતિ આગેવાન જીવનભાઈ બારૈયા, શિયાળબેટ સરપંચ હમીરભાઈ નગાભાઈ, પીઢ આગેવાન ગીગા આતા, લખમણ આતા, ઉપસરપંચ જંડુરભાઈ હોનહાર સેવાભાવી રૂપસંગભાઈ તથા માનસંગભાઈ તથા ગામ આગેવાનોની જહેમતથી ખડેપગે રહી તેમની હોસ્પિટલથી દરિયા પાર બેટમાં ડેડબોડી પહોંચાડી નાનજીભાઈની ડેડબોડી શિયાળબેટ પહોંચતા ગામ આખુ હીબકે ચડ્યુ. સારા માસણની છાપ ધરાવતા નાનજીભાઈની ઓચિંતા ચીર વિદાઈથી માતમ છવાયો અને આ બાબતે જાફરાબાદ મરીન પોલીસ મથકમાં નાનજીભાઈના કાકાએ જાહેરાત કરતા પીએસઆઈ હકુભાઈ વાળાએ તપાસ હાથ ધરી છે.

Previous articleઇન્ડિયન એનર્જી એક્સચેન્જ લિ.નો આઇપીઓ ૯ ઓક્ટોબરે ખુલશે
Next articleછતડીયા ગામે એમ્બ્યુલન્સ માટે લોકડાયરાનું થયેલું આયોજન