લોકસેવા મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો શરૂ કરાયા

724
bvn5102017-10.jpg

લોકસેવા મંડળ ભાવનગર દ્વારા ભાવનગર શહેરમાં વસતા અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા નવયુવક-યુવતીઓ માટે માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. બ્રહ્મસમાજના કાર્યનિષ્ઠ કાર્તિક ત્રિવેદી અને હર્ષ પંડ્યા દ્વારા શહેરના રૂપાણી વિસ્તાર સ્થિત બળવંત ભવન ખાતે બ્રહ્મસમાજના અગ્રણીઓ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વર્ગોનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. તદ્દન મામુલી ફી લઈને વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.