ગાંધી જયંતિ, શાસ્ત્રિ જયંતિની ઉજવણી કરતા સ્કાઉટ-ગાઈડ, રોવર-રેન્જર અને કબ-બુલબુલ

913
bvn6102017-9.jpg

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા ર ઓકટોમ્બર ગાંધી જયંતિ અને શાસ્ત્રિ જયંતિની ઉજવણીના ભાગરૂપે સર્વધર્મ પ્રાર્થના, ગાંધી- શાસ્ત્રી વંદનાનો કાર્યક્રમ ગિજુભાઈ કુમારમંદિર ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમની શરૂઆતમાં બાળકો દ્વારા શાળાની સફાઈ કરવામાં આવી ત્યાર બાદ સ્વામિ ત્યાગ વૈરાગ્યાનંદજી – દિવ્યજીનસંઘની અધ્યક્ષતામાં સર્વધર્મ પ્રાર્થના સ્કાઉટ-ગાઈડ દ્વારા કરવામાં આવી પ્રાર્થનાબાદ સ્વામિજી દ્વારા ગાંધીજીના અને શાસ્ત્રિજીના જીવન પ્રસંગો અને તેમની સાદાઈની વાત બાળકોને કરી બાળકોએ તેમના જીવનમાં સદાગીતો ઉપયોગ કરવા સુચન કર્યુ કાર્યક્રમમાં ગિજુભાઈ કુમાર મંદિરના આચાર્ય અતુલભાઈ રાજયગુરૂ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ભાવનગર શહેરની દસ શાળાના બસ્સો બાળકોને આ કાર્યક્રમમાં ભાગ લીધો અને સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લામંત્રી અજયભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા દર્શનાબેન ભટ્ટ, હરેશ રાજાઈ, રાજીવ ભટ્ટ, મીરા તેજાણી તેમજ રાજય પુરસ્કાર – રાષ્ટ્રપતિ પુરસ્કાર સ્કાઉટ-ગાઈડ જહેમત ઉઠાવી હતી. 

Previous articleનંદકુંવરબા કોલેજમાં ટેટુ સ્પર્ધા
Next articleહિંમતનગરમાં ભુખ હડતાલ પર ઉતરેલ આશાવર્કર બહેનો