દામનગર ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

1027
guj6102017-2.jpg

દામનગર ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ તાજેતરમાં સંપન્ન થયો હતો. દામનગર નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડ ખાતે જિલ્લા વહિવટી વિભાગની તમામ આવશ્યક સેવાના કર્મચારી-અધિકારીગણ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ, પરિવહન, વિજળી, આવાસ યોજના જાતિના પ્રમાણપત્રો, જન સેવાને લગતી બાબતો રેવન્યુ વિભાગ, સામાજ કલ્યાણ પશુપાલન, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, આવક તથા જન્મ-મરણના દાખલા તથા સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મેળવવા સાથે વિવિધ સેવાઓનો લોકોએ બહોળો લાભ લીધો હતો.