સાવધાન ! ગુજરાતનું યાત્રાધામ ચોટીલા આતંકીઓના ટાર્ગેટ પર

957
guj6102017-11.jpg

રાજકોટ પોલીસ કમિશનર અને છ્‌જીનો રિપોર્ટ આવ્યો છે કે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા આતંકીઓના ટાર્ગેટ પર છે. બે આતંકીઓએ ચોટીલા પર હુમલા અંગે કબુલાત કરી છે. આ રિપોર્ટના પગલે ગાંધીનગરથી તાત્કાલિક ૭ એસ.પી.ને ચોટીલા મુકાયા છે તેમજ સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢના એસ.પી.ના ચોટીલામાં ધામા છે.
હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭ અને ૮ ઓક્ટોબરે ગુજરાતમાં છે ત્યારે ઁસ્ના ચોટીલા પ્રવાસને લઈને સુરક્ષા એજન્સીઓ વધારે સતર્ક થઈ ગઈ છે. વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર કોઈ જ જોખમ લેશે નહીં. વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સંજય શ્રીવાસ્તવને સોંપાઈ છે. હાલમાં વડાપ્રધાનના આગમનને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ અધિકારીઓએ સુરક્ષા અંગે સમીક્ષા કરી છે.
ગુજરાતમાં હવે આગામી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ત્રણ લાખથી વધુ સરકારી કર્મચારીઓ- શિક્ષકોની સેવા વિધાનસભાની આવતી ચૂંટણીમાં લેવાશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ગુજરાત કચેરી દ્વારા  સરકારી વિભાગવાર કેટલો સ્ટાફ ચૂંટણીની પ્રક્રિયામાં જરૂર પડશે તેની ગણતરી કરવામાં આવી રહી છે અને તે મુજબ ૩.૫૦ લાખ કર્મચારીઓનો ડેટાબેઝ તૈયાર થયો છે. વર્ષ ૨૦૧૨ની છેલ્લી વિધાનસભા ચૂંટણી વખતે અઢી લાખ સ્ટાફ ચૂંટણી માટે ઉપયોગ લેવાયો હતો. આ વખતે વીવીપેટ મશીનો તમામ બૂથ ખાતે ઉપયોગમાં લેનારા હોઈ ૩ લાખથી વધુ સ્ટાફની જરૂર પડશે એમ જણાવાઈ રહ્યું છે.

Previous articleચામાચિડિયાની જેમ રાહુલ ગાંધીને વિકાસ દેખાતો નથી : રૂપાણી
Next articleગુલબર્ગ કાંડઃ મોદી સામેની અરજી હાઈકોર્ટે ફગાવી