જાફરાબાદના ગુમ થયેલા યુવાનનાં હાડકા, કપડા મળી આવતા ચકચાર

704
guj7-10-2017-5.jpg

જાફરાબાદના ખારવા સમાજનો તરવરીયો યુવાન સુરેશ ગત તા.૧૬-૯થી ગુમ થયેલનું કંકાસ ખેતરમાથી ખોપડી હાડકા સહિત મળી આવતા ખરવા સમાજ સ્તબ્ધ કોઈ  જાનવરે ફાડી ખાધો કે મર્ડર ખોપડી હાડકાના ટુકડી ભાવનગર ફોરેન્સીક લેબોરેટરીમાં રવાના કરાયા હતા. 
જાફરાબાદના ખારવા સમાજનો તરવરીયો યુવાન સુરેશભાઈ બાબુભાઈ બારૈયા ગત તા.૧૬-૯-૨૦૧૭ રોજ ઘરેથી ગુમ થયેલની પોલીસમથકમાં ૨૫-૯ના રોજ જાહેરાત તેના પિતા બાબુભાઈ કાદુભાઈ બારૈયાએ આપેલ જે આજરોજ જાફરાબાદના ખેતરમાંથી સુરેશભાઈની લાશના ટુકડા ધડથી અલગ થઈ ગયેલ બિહામણી ખોપરી અને શરીરના હાડકા અને કપડા મળી આવતા આ લાશના ટુકડા સુરેશભાઈના છે તેમ તેના પિતા બાબુભાઈ કાદુભાઈએ ઓળખી બતાવતા માત્ર આ શરીરના ટુકડા કોના છે તે સાબીત થયા પણ આ સુરેશભાઈના ટુંકડા કર્યા કોણે ? તેવી ચર્ચાએ સમગ્ર જાફરાબાદ પંથકમાં ચર્ચાઓ થઈ રહી છે કોઈ કહે જાનવર ખાઈ ગયુ તો કોઈ કહે કોઈએ મર્ડર કર્યુ હશે ? આવા તર્ક વિતર્કની વાતોએ ખળભળાટ મચાવી દીધો છે પોલીસ ટાઉન વિભાગના ભરતભાઈ વાળા આ બાબતે જીમવટ ભરી તપાસ અને જરૂરી કાગળો તૈયાર કરી લાશના ટુકડાઓ માત્ર ખોપડી સહિતને ભાવનગર ખાતે ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલી દેવાયા છે જેનો રીપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે.

Previous articleકોંગ્રેસે ૭૨ ઉમેદવારો નક્કી કર્યા, રૂપાણી સામે ઈન્દ્રનીલ મેદાનમાં
Next articleરાજુલાનાં વાવેરા ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો