વલ્લભીપુરનાં પાટણા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ૪ ઝડપાયા

805
bvn7-10-2017-9.jpg

વલ્લભીપુરના પાટણાગામે જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં ચાર ઈસમોને વલ્લભીપુર પોલીસ સ્ટાફ બાતમી રાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. વલ્લભીપુર પો.સ્ટે. નાં ઁજીૈં ટી.એસ. રીઝવી  તથા છજીૈં એ.ડી. પંડયા પો.કો. રાજવીરસીંહ વિ. પોલીસ  સ્ટાફ નાં માણસો પેટ્રોલીંગ માં હોય અને પાટણા ગામે મફતનગર માં જાહેર માં જુગાર રમતા હોવાની બાતમી આધારે કીશોર બોધાભાઇ બારૈયા, ખીમજી તળશીભાઇ વાધેલા, પરેશ બાબુભાઇ સાથળીયા રહે. પાટણા તા. વલલભીપુર,  ધનશ્યામ ધીરૂભાઇ કોગદીયા રહે. કેરીયા તા.જી. બોટાદ નાં ઓ  જાહેરમાં ગંજી પત્તાનાં પાનાઓ વડે તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ગંજી પત્તાનાં પાનાઓ તથા રોકડા મળી કુલ મુદામાલ રૂા.૪,૧૨૦/-  રેઇડ દરમ્યાન પકડાઇ જઇ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી  ધોરણસર અટક કરેલ.

Previous articleપરમાણું ઉર્જા વડે વિજળી પેદા કરવામાં ભારત બહુજ પાછળ : પરમાણું સહેલી
Next articleશરદ પુનમની રાત્રે શહેરમાં નિકળેલા મહાકાળી માતાના સ્વાંગ