શરદ પુનમની રાત્રે શહેરમાં નિકળેલા મહાકાળી માતાના સ્વાંગ

891
bvn7-10-2017-10.jpg

માં આદ્યશક્તિની આરાધનના નવરાત્રિ પર્વ બાદ આવતી શરદ પુનમની રાત્રિના મહાકાળી માતાજીનો સ્વાંગ કાઢવામાં આવે છે. જે નિમિત્તે ભાવનગર શહેરના વડવા ચોરા, વડવા નેરા, ચાવડી ગેટ, કોળીવાડ, માળીનો ટેકરો, કાળુભા રોડ, સ્ટેશન રોડ, કરચલીયા પરા, ખેડૂતવાસ, સહિતના વિવિધ વિસ્તારોમાંથી મોડી રાત્રિના મહાકાળી માતાજીના સ્વાંગ નિકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો તથા ભાવિકો સાથે જોડાયા હતા અને દર્શનનો લાભ લીધો હતો જે-તે વિસ્તારમાંથી નિકળેલા મહાકાળી માતાજીના સ્વાંગમાં નિકળેલા માતાજી સહિત માઈ ભકતો હાકલા-પડકારા સાથે સ્મશાન પહોંચ્યા હતા અને વહેલી સવારે સ્મશાને ખપ્પર મુકવા સાથે વિધિ કરવામાં આવી હતી અને તલવાર વડે જીભમાં વાઢ આપવામાં આવેલ જયારે જે તે વિસ્તારથી સ્મશાન જતા સુધીમાં આવતા દરેક ચોકે ચોક પુરવામાં આવેલ અને વિધિ કરવામાં આવેલ. આમ પરાંપરાગત નિકળેલ મહાકાળી માતાજીના સ્વાંગના દર્શન કરવા મોડીરાત્રિના પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.