યુનેસ્કો દ્વારા જુલાઈ માસમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ત્યારે આજે યુનેસ્કોના ડાયરેક્ટર ઈરિના બોકોવાએ અમદાવાદ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વિધિવત રીતે સર્ટિફિકેટ આપ્યું હતુ. યુનેસ્કો દ્વારા અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું છે. યુનેસ્કોના ડાયરેક્ટર ઈરિના બોકોવાએ અમદાવાદની ઐતિહાસિક જગ્યાઓની આજે મુલાકાત પણ લીધી હતી અને ટિ્વટરમાં તેમની આ મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી.



















