દેવકા-કુંભારીયા વચ્ચેના જોલાપરી પુલનું હીરાભાઈએ નિરીક્ષણ કર્યુ

1573

રાજુલા તાલુકાના દેવકા-કુંભારીયાનો જોલાપરી નદીનો તુટી ગયેલ પુલ જે રાજુલા, મહુવા, ભાવનગર રોડ સંપૂર્ણ બંધ થયેલનું માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ નિરીક્ષણ કરેલ.

રાજુલા વાયા ડુંગર-ભાવનગર રોડના દેવકાથી કુંભારીયા વચ્ચે આવેલ જોલાપરી નદી પરનો મહાકાય પુલ સંપૂર્ણ નાશ થતા લોકોને રાજુલા આવવા ડુંગર-કુંભારીયાથી વાયા ફરી ફરીને વિક્ટરથી અવરજવર કરવાથી વિદ્યાર્થીઓ ખેડૂતોને પડતી હાલાકી વેઠવી પડ્યાની રજૂઆત માજી ધારાસભ્યને કરાતા માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કમલેશભાઈ મકવાણા, કુંભારીયા સરપંચ ડુંગરના સરપંચ તેમજ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા સુકલભાઈ બલદાણીયા સહિત આ તુટી ગયેલ પુલનું જાત નિરીક્ષણ કરી રાજ્ય સરકારમાં રજૂઆત કરવા ચક્રો ગતિમાન કરાયા છે.

Previous articleદામનગરમાં વરસાદી પાણીનાં નિકાલની કામગીરી
Next articleધારાબંદર ગામે અલ્ટ્રાટેક દ્વારા વિનામુલ્યે મેડિકલ કેમ્પ યોજાયો