દામનગર શહેરની સંસ્થા સિનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા આયોજિત નેત્રયજ્ઞ સંપન્ન રાજકોટ સ્થિત રણછોડદાસબાપુ ટ્રસ્ટની હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને ભુરખીયા હનુમાનજી ટ્રસ્ના સહયોગથી શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંપૂર્ણ મફત નેત્રયજ્ઞમાં આંખને લગતા રોગોની તપાસ સારવાર કરાય હતી સિનિયર સીટીઝન ટ્રસ્ટના વૃદ્ધો દ્વારા થતી સેવા પ્રવૃત્તિ નેત્રયજ્ઞમાં દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાત મંદ દર્દી નારાયણોએ લાભ મેળવ્યો હતો.



















