બરવાળાના પીએસઆઈ બી.કે. ખાચરનો વિદાય સમારોહ યોજાયો

770
guj10102017-8.jpg

બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.કે. ખાચરની સુરત જિલ્લા ગ્રામ્યમાં બદલી થતા તા.૮-૧૦-૧૭ના રોજ તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના સુરૂભા પરમાર, રમણભાઈ પારધી, નાનુભાઈ જોગરાણા, ભુરાભાઈ ચાવડા, સંજયભાઈ જરમરીયા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શ્રીફળ અને સાકરનો પડો આપી તેમજ શાલ ઓઢાડી, મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે બરવાળા પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી પોસઈ બી.કે. ખાચરના વિદાય સમારોહમાં જોડાયા હતા.