દામનગરમાં પજીવીસીએલ સબ ડિવિઝન કચેરી ખાતે ત્રણ ગ્રામ્ય વિસ્તારોની જનતાએ ઢોલ સાથે આવેદન પત્ર ડેપ્યુટી ઈજનેરને આપ્યું ઉગ્ર રજુઆત કરી તંત્રની બેદરકારીથી તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓનો ઉગ્ર મિજાજ ડેપ્યુટી ઈજનેરે તાકીદે પોલીસ બોલાવી ભાજપ વિરોધી સુત્રોચ્ચાર સાથે ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડુતો દ્વારા તંત્ર વિરૂધ્ધ રોષ પુર્ણ દેખાવ કરાયા.
લાઠી તાલુકાના આંબરડી સરકારી પીપળવા દેરડી જાનબાઈ ફીડમાં ખેતીવાડીના ભારે વિસગતા હોય સરકારની આઠ કલાક વિજળીની વાત જબુક વિજળી સામે ખેડુતોમાં ભારે રોષ સાથે સામુહિક ઉગ્ર રજુઆત કરતા ખેડુતોનો રોષ પારખી જતા તંત્રએ સ્થાનિક પોલીસ બોલાવી લીધી. રજુઆત સમયે ખેડુતો દ્વારા કચેરીમાં લગાવેલ સી.સી.ટીવી કેમેરા કપડાથી ઢાંકી દીધા હતાં. તાલુકા કોંગ્રેસના જીતુભાઈ વાળા, આંબાભાઈ કાકડીયા, ઝવેરભાઈ રંઘોળીયા, મયુરભાઈ આસોદરિયા, જનકભાઈ તળાવીયા, વિક્રમભાઈ પાવરા, ભરતભાઈ ગજેરા, પ્રકાશભાઈ નાથાણી, મહેશ તળાવિયા, વિઠ્ઠલભાઈ ભંડેરી સહિત ત્રણ ગામના ખેડુતોની વિશાળ હાજરીમાં લોવોલ્ટ ફોલ્ટ સહિત ૧૯૬૮ના વીજ વાયરો જાનબાઈ દેરડી ફીડરમાં ચારસો કરતા વધુ કનેકશનો કાયમી હેલ્પર ફોલ્ટનું સમય મર્યાદામાં રિપેરીંગ મેન્ટેન્સ કરવા ખેતીના ઉભા પાકને થતા નુકશાનો અંગે જબુક વિજળી સામે નારાજ ખેડુતોનો દામનગર પીજીવીસીએલ કચેરીએ દેકારો કરેલ તંત્રની ધોર બેદરકારી સામે ખેડુતોની સામુહિક રજુઆત દિન દસમાં ફોલ્ટ નિવારણની ખાત્રી બાદ મામલો શાંત કરતા ડેપ્યુટી ઈજનેર દસ દિવસના અલ્ટીમેટમ બાદ ઉગ્ર આંદોલન કરવા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ચિમકી આપવામાં આવેલ.



















