વડવા તખ્તેશ્વર વોર્ડમાં પીવાના પાણીનો ભારે દેકારો

825
bvn10102017-10.jpg

મહાપાલિકાના કોર્પોરેટર અને કોંગી પાર્ટીના દંડક પારૂલબેન ત્રિવેદીની આગેવાની તળે વોર્ડ વિસ્તારના લોકોનું એક વગદાર પ્રતિનિધિ મંડળ કમિશ્નરને મળીને વડવા વિગેરે લતામાં પુરતા પ્રેશરથી પાણી મળવા લાઈટો વગેરે પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રતિનિધિ મંડળમાં રીટાબેન માલવીયા, રજાકભાઈ કુરેશી વગેરે જોડાયા હતા. આ પ્રતિનિધિઓ દ્વારા સેવા સદનમાં સુત્રોચ્ચાર કરીને કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, તખ્તેશ્વર વોર્ડમાં વડવા વાસણઘાટથી બાપેસરા થઈને મતવા ચોક, દરબારી કોઠાર થઈ બાપેસરા પાનના ગલ્લા સુધી તથા બાપેસરાની સામે ગરનાળા પાસે થઈને રાજના ડેલા પાસે થઈ વડવા નેરા મામુભાઈના પાનના ગલ્લા સુધી તથા મતવા ચોક આરબવાડ કાછીયાવાડથી અલ્કા સુધીનો રોડ આરસીસી બનાવવો તથા રોડની બન્ને બાજુ પેવિંગ બ્લોક નાખવાનો સમાવેશ સરકારની આવતી ગ્રાન્ટમાં સમાવેશ કરવો.
આ ઉપરાંત વડવા, તખ્તેશ્વર વોર્ડમાં પુરતા પ્રેસરથી પાણી આવતું નથી. પુરતા પ્રેસરથી પાણી આપવું અને હાલમાં જે સ્ટ્રીટલાઈટમાં જે નવી એલઈડી લાઈટ નાખવામાં આવે છે તેનો પ્રકાશ પુરો પડતો નથી. તો આની જગ્યાએ જુની જે હતી તે ફીટ કરી આપવા માંગણી કરી છે.

Previous articleમાટીના કોડીયાનું આગમન…
Next articleવિધાનસભાની ચૂંટણી ૧૪ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી યોજો : ભાજપ