ભંડારિયા : નવરાત્રિ નિમિત્તે મંડપ રોપણ

1043
bvn832017-1.jpg

શક્તિધામ ભંડારિયા બહુચરાજી મંદિરે આગામી આસો માસની નવરાત્રીની શાસ્ત્રોક્ત ઉજવણી અંતર્ગત આજે જળઝીલણી અગિયારસના દિવસે માણેકચોકમાં મંડપ-ધ્વજા રોપવામાં આવેલ.ભંડારિયામાં આસો સુદ નવરાત્રીની ભારે શ્રધ્ધા અને ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. અહીં નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો સામેલ થતા હોય છે. આથી દિવસો અગાઉથી તૈયારીઓ હાથ ધરાય છે.નવરાત્રીના મંડપ રોપણ બાદ નવરાત્રી ઉત્સવ સંદર્ભે તૈયારીઓનો શરૂ કરી દેવાશે.