સ્કુલનાં બાળકોને રોડ સેફ્‌ટીનાં નિયમો અંગે સમજણ અપાઇ

877

અડાલજ સ્થિત એચ બી કાપડીયા સ્કુલ દ્વારા બાળકોને અડાલજ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. જ્યાં પોલીસ દ્વારા પોલીસની કામગીરી તથા પોલીસ સ્ટેશન અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા પણ બાળકોને ટ્રાફિકનાં નિયમો તથા સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી.

Previous articleલોકોને ઝડપી ન્યાય માટે સરકાર કટીબધ્ધ : મુખ્યમંત્રી
Next articleશ્રાવણના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં ભક્તિનું ઘોડાપુર