ચૂંટણી જંગ હવે ‘મોદી V/s રાહુલ ગાંધી’ બની ચૂકયો છે

697
guj15102017-7.jpg

ગુજરાતમાં હવે ઈલેકશનના રંગે રંગાઈ ગયું છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી એટલા માટે વઘારે ખાસ છે કારણકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછીની આ પહેલી ચૂંટણી છે. ગૃહ રાજય હોવાને કારણે અહીંના પરિણામોનો સંબંધ તેમની પ્રતિષ્ઠા સાથે હોય તે સ્વભાવિક છે. બીજી બાજુ, રાહુલ ગાંધીએ જે રીતે આખો મોરચો સંભાળ્યો છે, તે પરથી લાગી રÌšં છે કે ગુજરાતની લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પણ મોદી અને રાહુલ વચ્ચેની લડાઈ બની ગઈ છે.
કેન્દ્રમાં ભાજપ સત્તામાં આવ્યા પછી ગુજરાતમાં થયેલી દલિત અત્યાચારની ઘટનાઓને દેશભરમાં દલિત સમાજમાં ભાજપ વિરુદ્ઘ રોષ છે, જયારે પાટીદાર અનામત આંદોલનને કારણે બીજેપીની વોટ બેન્કમાં પણ ભંગાણ પડ્યું છે. Âસ્થતિ સંભાળવા માટે આનંદીબેનના સ્થાને વિજય રુપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ Âસ્થતિમાં કોઈ સુધારો જાવા નથી મળ્યો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ભાજપ માટે એક પડકાર છે. વિકાસ ગાંડો થયો છે કેમ્પેઈન ખુબ ચર્ચામાં છે. બેરોજગારી, નોટબંધી, જીએસટી અને રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ડેવલોપમેન્ટ એકટને કારણે મંદીનું વાતાવરણ બની ગયું છે. ભાજપ માટે આ Âસ્થતિમાં નરેન્દ્ર મોદી જ એક માત્ર નામ અને ચહેરો છે, જે વોટ બેન્કને અપીલ કરવામાં મદદ કરી શકે છે.
કોંગ્રેસે રાજયમાં ઈલેકશન કેમ્પેઈનની શરુઆત રાહુલ ગાંધીના માધ્યમથી કરી છે. તેમણે સૌથી પહેલા દ્વારકાધીશની પૂજા કરી. આ સિવાય તેમણે અન્ય મંદિરોમાં પણ દર્શન કર્યા હતા. કોંગ્રેસની એવી ઈમેજ છે કે તે લઘુમતીઓનું તૃÂષ્ટકરણ કરે છે, માટે હવે કોંગ્રેસ પણ સોફટ હિન્દુત્વનો દાવ રમી રહી છે.
ગુજરાતમાં કોંગ્રેસને આશા છે કે, પાછલા ૨૦ વર્ષની સરખામણીમાં આ વખતે તેમને વધારે સારી તક મળશે. હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરે તેવી શકયતાઓ પણ જણાઈ રહી છે. સૌરાષ્ટÙના ખેડૂતો પણ ભાજપથી નારાજ છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલની રાજયસભાની ચૂંટણીમાં જીત પણ એક સકારાત્મક બાબત છે. અહીં ખાસ વાત એ છે કે ગુજરાતના પરિણામો ૨૦૧૯ની ચૂંટણી પર ચોક્કસપણે અસર કરશે.