નિર્મળનગરમાં પાન-મસાલાની હોલસેલ દુકાનમાં ચોરી થઈ

1368
bvn15102017-15.jpg

ભાવનગર શહેરમાં તસ્કરોનો તરખાટ દિવસેને દિવસે વધતો જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર દુકાનોના તાળા તુટ્યાની ઘટના સામે આવી છે. જેમાં ઘોઘાસર્કલ ખાતે અમરબાલ બેકરીમાં ચોરીનો બનાવ બન્યો હતો. જ્યારે આંબાચોકમાં હરસિÂધ્ધ સ્ટોર નામની દુકાનના તાળા તુટ્યા હતા બાદ આજરોજ નિર્મળનગરમાં આવેલ પાન-મસાલાની હોલસેલની દુકાનના કોઈ અજાણ્યા તસ્કરો તાળા-નકુચા તોડી રોકડ તેમજ માલસામાનની ચોરી કરી પલાયન થઈ ગયાની ઘટના સામે છે. રોજબરોજ બનતી ચોરીની વેપારી વર્ગમાં ભારે નારાજગી જાવા મળી રહી છે.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના નિર્મળનગરમાં કોર્પોરેશનના કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાન નં.પ૬ સાંઈજી સ્ટોર નામની પાન-મસાલાની દુકાનની પાછળના ભાગે બારીની ગ્રીલ તોડી કોઈ અજાણ્યા તસ્કરોએ ગલ્લામાં રાખેલા રર હજાર રોકડા અને માલ-સામાન મળી આશરે ૮૦ હજારની માલ-મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે દુકાન માલિક પરમાણંદ મિઠુમલ રાજાઈએ નિલમબાગ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બનાવની તપાસ હાથ ધરી હતી.