સુબોધભાઈ મહેતાના દેહને આગેવાનોએ પુષ્પાંજલી કરી

916
bvn832017-8.jpg

દેશના- ગુજરાતના માર્કસવાદી અગ્રણી અને ગુજરાતના શ્રમજીવી આંદોલનના અડીખમ યોધ્ધા સુબોધભાઈ મહેતાના પાર્થીવ દેહને, આજરોજ તેમના નિવાસસ્થાને તથા પાનવાડી ચોક ખાતે અંતિમ દર્શને રખાયો હતો. વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ મેયર બુધાભાઈ પટેલ, પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ મેયર રમણીકભાઈ પંડયા અને પારૂલબેન ત્રિવેદી, વડવાના કોર્પોરેટર ભારતી બારૈયા, સતીષ ચાવડા અને ભરતસિંહ ગોહિલ, ચેમ્બરના અગ્રણી પંકજભાઈ પંડયા, ડે.મેયર મનભા મોરી, ભરતભાઈ બુધેલીયા, પ્રો.ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સીપીએમ પ્રાગજીભાઈ ભાંભી, નાગરીક બેન્કના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, ડો.એમ.આર. કાનાણી, એડવોકેટ પ્રદિપભાઈ ઠક્કર, પ્રતિભાબેન ઠક્કર, હિતેશ વ્યાસ, સીરાજ નાથાણી, મીતેષ દેસાઈ, સાહિત્ય કલાક્ષેત્રના રાજેશભાઈ વૈષ્ણવ, ધિરેનભાઈ વૈષ્ણવ, મહેન્દ્રભાઈ ગોહિલ, ચંદ્રકાંતભાઈ શાહ, કાજલભાઈ મુલે, શાયર અને બુધસભાના મનસુખભાઈ કુરેશી, સીપીએમના નલીનીબેન જાડેજા, અશોક સોમપરા, આંગણવાડી યુનિયનના કૈલાસબેન રોહીત, ભારતીબેન પરમાર, રંજનબેન સાંધાણી, એલઆઈસી યુનિયનના રાષ્ટ્રીય મંત્રી એચ.આઈ. ભટ્ટ, ટ્રેડ યુનિયનના આગેવાન ગંગાધરભાઈ રાવળ, બેન્ક યુનિયનના પુનીતભાઈ ઓઝા, જયેશભાઈ ઓઝા સહિતના આગેવાનોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી.
પાનવાડી સીપીએમ કાર્યાલયેથી ચોક સુધીની ટુંકી યાત્રા બાદ સુબોધભાઈ મહેતાના પાર્થિવ દેહને-ભાવનગર મેડીકલ કોલેજ માટે અર્પણ કરાયો હતો. સદગતની સર્વપક્ષીય શ્રધ્ધાંજલી સભા તથા બેસણું ૮મી સપ્ટે. ભાગવનગરમાં ૪ થી ૬ યોજાશે.