અતિવૃષ્ટિમાં મૃતકોને રાજ્ય સરકાર દ્વારા ચાર ચાર લાખની સહાય

720
bvn832017-3.jpg

આ વર્ષે બનારસકાંઠા-પાટણ-સહીત ઉતર ગુજરાતના અનેક વિસ્તારો ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયા છે .જેમાં અનેક જિંદગી પૂરમાં તણાઈ ગઈ તો અનેક બેઘર બન્યા છે ત્યારે હવામાન ખાતાની આગાહી પરથી એટલું ચોક્કસ કહી શકાઇ કે ભાવનગર જિલ્લા પરથી એક મોટી આફત તળી છે. તાજેતરમાં ભાવનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે લોકોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સિહોર પંથકના બે મૃતકોને રાજ્ય સરકાર દ્વારા તાકીદે ચાર ચાર લાખની સહાઈ કરી છે. ગત સોમવારે ભાવનગર જિલ્લા અને ખાસ કરીને સિહોર પંથકમાં ભારે વરસાદમાં કારણે વરલ ગામેં રહેતા રામુબેન રાજુભાઇ પર વીજળી પડી હતી અને તરકપાલડી ગામે પુરમાં તણાઈ જતા અગિયાળી ગામના રહેવાસી રામજીભાઈ નું મોત નીપજ્યું હતું ત્યારે મૃતકોના પરિવારને રાજ્ય સરકારે તાકીદે ચાર લાખની સહાઈ જાહેર કરતા ભાજપના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ તાલુકાના પ્રમુખ ગેમાંભાઈ ડાંગર રાકેશભાઈ છેલાણા ભોળાભાઈ ચુડાસમા સહિત ના આગેવાનો દ્વારા પરિવાર ને તાકીદે સહાઈ મળે તે માટે રાજ્ય સરકારમાં તાકીદે રજૂઆતો કરીને પરિવારને મદદરૂપ થયા હતા.