સિહોર પંથકમાં ઠેર-ઠેર બકરી ઇદની મુસ્લીમ બિરાદરોએ ઉજવણી કરી

2094
bvn832017-4.jpg

સિહોર પંથકમાં મુસ્લીમ બિરાદરોએ બકરી ઇદની નમાજ અદા કરીને ઇદની ઉજવણી કરીને એક બીજાને ઇદની શુભેચ્છા પાઠવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઈદુલ- અદહા બકરી ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં નમાઝ અદા કરી હતી જોકે ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભેગા થઈ ઈદની નમાઝ પઢી હતી. બકરી ઈદની ઉજવણી પ્રસંગે અલગ અલગ મસ્જિદોને રોશનીથી શણગારવામાં આવી હતી. ઈદગાહ મેદાન ખાતે સવારે ઈદની નમાઝ પઢી એક બીજાને ભેટી ઈદ મુબારક પાઠવતા હતા. બકરી ઈદના દિવસે મુસ્લિમોમાં અનોખો ઉત્સાહ જોવા મળેલ. આ પર્વ પાછળનો હેતુ ઇબ્રાહીમ પયગંબર સાહેબ (અ.સ.)ને અલ્લા તરફથી આદેશ મળ્યો કે તમારી પ્યારી ચીઝને અલ્લાના માર્ગમાં કુરબાન કરો આદેશ માન્ય રાખી આ અગે તૈયારીઓ પુત્ર અઝરત ઇસ્માઇલ (અ.સ.)ને કુરબાની આપવાની થઇ ગઇ કુદરતી એવો ચમત્કાર થયો કે એની જગ્યાએ ડુમ્બો આવી ગયો. આ ઘટના પછી ભારે શ્રધ્ધાઓ રાખતા કુરબાની આપવાની પ્રથા ચાલુ થઇ હતી. સૌ અનેક આશાઓ સાથે પર્વ ઉજવે છે.ત્યારે મસ્જીદોમાં દેશની પ્રગતિ થાય દરેક જાતિમાં ભાઇચારો જળવાઇ રહે તેવી ખાસ દુવા પણ કરી હતી.

Previous articleસરદારનગર સ્વીમીંગ પુલ પ્રશ્ને બહેનો દ્વારા રજૂઆત
Next articleઅતિવૃષ્ટિમાં મૃતકોને રાજ્ય સરકાર દ્વારા ચાર ચાર લાખની સહાય