સરદારનગર સ્વીમીંગ પુલ પ્રશ્ને બહેનો દ્વારા રજૂઆત

957
bvn832017-9.jpg

શહેરના સરદારનગર ખાતે આવેલા મહાપાલિકા સંચાલિત સ્વીમીંગ પુલના બહેનોની બેંચના કરાયેલા સમય ફેરફાર અંગે બહેનો દ્વારા આજે ફરીથી સાંજનો સમય રાખવાની માંગણી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. સરદારનગર સ્વીમીંગ પુલ બહેનો માટે સાંજના પ થી ૬નો નો સમય હતો. જે બહેનોની બીલકુલ યોગ્ય સમય હતો પરંતુ તાજેતરમાં બહેનોની બેંચના સમયમાં ફેરફાર કરી સવારનો કરાતા તેઓ આવી શક્તા ન હોય આજે મેયર તેમજ સીટી એન્જીનિયર સમક્ષ બહેનોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને ફરીથી સાંજના પ થી ૬નો સમય કરવા માંગણી કરી.