લાઠી શહેરમાં સવજીભાઈ ધોળકીયાના સ્વચ્છતા અભિયાનને બહોળો પ્રતિસાદ

915
guj16102017-4.jpg

લાઠી તાલુકાના દુધાળાના હાલ સુરત હીરા ઉદ્યોગના હરેકૃષ્ણ એક્સ પોર્ટના સવજીભાઈ ધોળકિયા દ્વારા સમગ્ર લાઠી શહેરને સ્વચ્છ બનાવવાનુ અદભુત કાર્ય કરી સર્વને અસંબો પમાડી દીધો પોતાના પિતા ના જન્મ દીને કંઈક અનોખું કરવાની ટેવ ધરાવતા હરેકૃષ્ણ એક્સ પોર્ટના સવજીભાઈ ધોળકિયા તા૧૪/૧૦ની રાતે સમગ્ર લાઠી શહેરને સ્વચ્છ બનાવવા એક હજારથી વધુ સ્વંયમ સેવકો શહેરી જનો સ્વંયમ ઉત્સાહથી જોડાયા.
લાઠી તાલુકામાં જળસંસાધનનુ અદભુત કાર્ય કરી પાંચ મોટા જળાશયો તાજેતરમાં લોકાર્પણ થયા આવી જ બીજી સિદ્ધિ સવજીભાઈ ધોળકિયાને લાઠી શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો સુંદર વિચાર આવ્યો અને સારા વિચારને ઝડપી ક્રિયાશીલ બનાવવા તા૧૪/૧૦ના રોજ પોતાના પિતાના જન્મ દીને વિશેષ કંઈક નવું કરવા જાહેરાત કરી અને મોટિવેશનમાં સારા વિચારોનુ વાવેતર કરવાની અપાર ઉર્જા સ્ત્રોત શહેરી જનોનો સહકાર પ્રાથી લાઠી કવિ કલાપીની નગરી ને એકદમ સ્વચ્છ બનાવવા સંકલ્પ કર્યો અને રાતે સ્વંયમ હજારોની સંખ્યામાં શહેરી જનોએ સ્વચ્છતાની સુંદર શરૂઆત કરી એક મેક માંથી અનેકો જોડાયા પુરા લાઠી શહેરને લુવારીયા દરવાજા થી ચાંવડ દરવાજા સિવિલ હોસ્પિટલ સહિત શહેર ભર ને સ્વચ્છતા બક્ષી અદભુત કાર્ય કર્યું. 

Previous articleમોદાળીયા ગામે વીજળી પડતા ત્રણ ભેંસના મોત
Next articleવિકટરથી ચાંચબંદર આરસીસી રોડનું હિરાભાઈ દ્વારા ખાતમુર્હુત