રાજુલા તાલુકાની બર્બટાણા અને રામપરા-૧ ગ્રા.પં. સમરસ બની

1468
guj2312018-3.jpg

રાજુલા તાલુકાના બે ગામો તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસની જહેમતથી બર્બટાણા અને રામપરા-૧ સમરસ થતાં ખુશીનો માહોલ તેમજ ભાજપ હાઈકમાન્ડ વલ્કુભાઈને શુભેચ્છા આપેલ. 
આગામી સમયમાં રાજુલા તાલુકાના ત્રણ ગામોની મુદત પુરી થતા જાહેરનામું બહાર પડેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી રચવા બાબતે બર્બટાણા, રામપરા-૧ અને વીકટર જેમાં ર ગામો બર્બટાણા અને રામપરા-૧ને તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસના બન્ને ગામો સગા સંબંધી હોવાને નાતે બન્ને ગામ આગેવાનો તેમજ રાજુલા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ હનુભાઈ ધાખડાની જહેમત રંગ લાવી જેને બર્બટાણા દીલુભાઈ દડુભાઈ ભુકણના ઘર સાથે પેઢીયુના નાતો હોય તેમજ બર્બટાણા ગામ તેમજ રામપરા-૧ ગામના આગેવાનોની જહેમતથી જ બન્ને ગામો ચૂંટણીના ખોટચ ખર્ચાઓને તેમજ ગામમાં ખોટા વેરઝેર ઉભા ન થાય અને બન્ને ગામોનો વિકાસ થાય તે માટે સમરસતાની મહોર લાગી ગઈ છે. અને ભાજપ હાઈકમાન્ડે વલ્કુભાઈ બોસને તેમજ બન્ને ગામના ગ્રામજનોને આગેવાનોને તેમજ બન્ને ગામના સરપંચ બર્બટાણા સરપંચ દિલુભાઈ દડુભાઈ ભુકણ અને રામપરા-૧ના સરપંચ મહિલા આઈબાબહેન મધુભાઈ મોભને શુભેચ્છાઓ આપી હતી. 

Previous articleસથરા ચોકડીએ પાણીનો વેડફાટ
Next articleગારિયાધારમાં દલીત સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું