ગારિયાધારમાં દલીત સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

724
bvn2312018-5.jpg

ગારિયાધાર તાલુકા પંચાયત કચેરીમાં ગત દિવસોમાં શૌચાલય બનાવવાની યોજનાની રકમ અરજદારને ચુકવવા માટે વેળાવદર ગામના સરપંચ તથા અરજદાર વતી રજૂઆત તાલુકા વિકાસ અધિકારી દ્વારા જ્ઞાતિથી અપમાનિત કરીને ઓફિસમાંથી કાઢી મુકાયાની ફરિયાદ પોલીસ ચોપડે તા.૧૮ના નોંધાયેલ હતી.
જ્યારે આ મામલે આરોપી તાલુકા વિકાસ અધિકારીની હજુ સુધી ધરપકડ ન થતા દલીત સમાજના આગેવાનો દલીત સરપંચો તેમજ સભ્યો દ્વારા આજરોજ રેલી કાઢીને મામલતદાર ગારિયાધાર, પીએસઆઈ ગારિયાધાર તથા તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપી આ મામલે આરોપી અધિકારીની વહેલી તકે ધરપકડ નહીં કરવામાં આવે તો ગારિયાધાર પોલીસ સ્ટેશનની સામે ઉપવાસી આંદોલન પર બેસી ન્યાયી લડત ચલાવાશે તેવું ગારિયાધાર તાલુકા દલીત સમાજ પ્રમુખ દ્વારા જણાવાયું હતું.

Previous articleરાજુલા તાલુકાની બર્બટાણા અને રામપરા-૧ ગ્રા.પં. સમરસ બની
Next articleવસંત પંચમી નિમિત્તે માજીરાજ સ્કુલમાં હવન