કેમીકલ યુક્ત પાણી પીવાથી આઠ ગાયોના મોત : ૧ ગંભીર

679
bhav18102017-1.jpg

ભાવનગર-રાજકોટ હાઈવે પર વરતેજ જી.આઈ.ડી.સી.માં મધુસીલીકા કંપની નજીક ગત મોડીરાત્રે કેમીકલ યુક્ત પાણી પીવાથી ગાયોના મોત નીપજ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ વરતેજ જી.આઈ.ડી.સી.માં આવેલ મધુસીલીકા કંપની નજીક ગતરાત્રીનાં કંપનીઓ દ્વારા છોડાતું કેમીકલ યુક્ત ઝેરી પાણી પી જવાથી આઠ ગાયોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા બનાવની જાણ થતાં જીવદયા પ્રેમીઓ અને ગોવંશ પ્રેમીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને એક ગાયને ગંભીર હાલતે સારવારમાં ખસેડી હતી. બનાવ બનતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આગામી દીવસોમાં ઝેરી પાણી છોડનારી કંપનીઓ વિરૂદ્ધ કાર્યક્રમો આપશે તેમ જણાવ્યું હતું.