સુભાષનગર પુલ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો

653
bhav18102017-2.jpg

શહેરમાં દિવાળીના તહેવારોમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવા બુટલેગરો સક્રિયા થયા છે. જયારે પોલીસ સ્ટાફ દ્વારા પણ આવા બુટલેગરો પર બાજ નજર રાખી તેને ઝડપી લેવા સક્ષમ છે. જેમાં ગત મોડી રાત્રે ઘોઘા રોડ પોલીસ સ્ટાફે સુભાષનગર પુલ પાસેથી બાતમી રાહે વોચમાં રહી ઈંગ્લીશ દારૂ- બિયર ભરેલી કાર સાથે ગાયત્રીનગરમાં રહેતા શખ્સને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. 
ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના હેડ.કો. જયદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ગોહિલ અન્ય  સ્ટાફના માણસો સાથે દિવાળી તહેવારોના અનુસંઘાને નાઈટ પેટ્રોલીંગ હતા તે દરમ્યાન હકિકત આધારે મળેલ માહિતી મુજબ સુભાષનગરથી આડોડીયાવાસ તરફ એક ફોરવિલ ફોર્ડ ફિએસ્ટા કાર નં. જી.જે.૦પ સીપી ૮પ૭૭માં પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂ ભરી પસાર થવાની છે. કારની વોચમાં ઉભા હતા તે સમયે કાર પસાર થતાં તેને ઉભી રખાવી તેના ચાલકનું નામઠામ પુછતા પોતે પોતાનું નામ મહેશભાઈ ધનજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩ર) રહે ગાયત્રીનગર ત્રણ માળીયા બ્લોક નં. બી. રૂમ નં. ૧૮૪, ગાયત્રીનગર પ્રોવીઝન સ્ટોર પાસે ભાવનગર તેમજ કારમાં તપાસ કરતાં ડ્રાઈવર સીટ પાછળ તેમજ ડિકકીમાં ખાખી પુઠ્ઠાના બોકસ નં. ૦૭ તેમજ સફેદ કંતાનના કોથળામાં ઈંગ્લીશ દારૂ ભરેલી બોટલ નં. ૭૯ કિમત રૂા. ર૩,૭૦૦ તેમજ બીયરના ટીન નંગ ૪૮ કિંમત રૂા. ૪૮૦૦ તથા મોબાઈલ નં. ૧ કિંમત રૂા. ૩૦૦૦ તથા કારની કિંમત રૂા. ૧,ર૦,૦૦૦માં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતાં કુલ ટોટલ કિંમત ૧,પ૧,૦૦૦ના મુદ્દામાલ સાથે મળી આવી પ્રોહિ એકટની અલગ અલગ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ. 

Previous article વૈદ્યસભા દ્વારા ઘનવંતરી મહોત્સવ
Next article કેમીકલ યુક્ત પાણી પીવાથી આઠ ગાયોના મોત : ૧ ગંભીર