સંસ્કૃતિ સ્કુલ સિહોરની વિદ્યાર્થીની અલોહાની પરીક્ષામાં અવ્વલ નંબરે

658
bvn2122017-1.jpg

સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલમાં અભ્યાસ કરતી ધોરણ-૫ની વિદ્યાર્થીની લશ્કરી ઋષિતાબેન ચંદ્રકાંતભાઈએ અલોહા પ્રોગ્રામ્સ દ્વારા લેવાતી ૧૩મી રાજ્ય કક્ષાની પરીક્ષામાં ભાગ લઈ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ પરિક્ષામાં સમગ્ર રાજ્યમાં અંદાજીત ૫૦૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં આ સમગ્ર વિદ્યાર્થીઓ વચ્ચે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ તેમને સંસ્થા તરફથી મોન્ટો તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી તા.૩૦ ડિસેમ્બરનાં રોજ ચેન્નાઈ મુકામે આયોજીત રાષ્ટ્રીયકક્ષાની પરીક્ષામાં અંદાજીત ૨૦૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ વચ્ચે તેઓ ભાગ લેવા માટે જવાનાં હોવાની વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવાર, સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.