પાલિતાણાના ભૈરવનાથ મંદિરે CM રૂપાણીએ પૂજા કરી

1129
bhav19102017-3.jpg

પાલિતાણા ખાતે આવેલા ભૈરવનાથ મંદિરે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મંત્રીઓ તથા અગ્રણીઓએ પૂજન-અર્ચન કરી યજ્ઞમાં આહુતિ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌના સાથ અને સૌના વિકાસ સાથે રાજ્ય અને રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવી ભૈરવનાથ દાદા પાસે પ્રાર્થના કરી હતી.
પાલિતાણા ખાતે આવેલ પ્રસિદ્ધ ભૈરવનાથ મંદિરે આજે કાળી ચૌદશ નિમિત્તે મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દર વર્ષની માફક આ વર્ષે પણ મંદિરે પધાર્યા હતા અને ભૈરવનાથદાદાના દર્શન કરી યજ્ઞવિધિમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્યો કેશુભાઈ નાકરાણી, શિવાભાઈ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, રાજકોટના બિપીનભાઈ ભારદ્વાજ તથા ભાવનગર જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન પણ ઉપસ્થિત રહી યજ્ઞમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવેલ કે, તેઓ ઘણા વર્ષોથી પાલિતાણા ખાતે આવેલ ભૈરવનાથ મંદિરે દર વર્ષે કાળી ચૌદશના દિવસે દર્શને આવે છે. અહીં યોજાતો યજ્ઞ રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવિરોધી તત્વોને પરાસ્ત કરવા કટીબદ્ધ છે ત્યારે સૌના સાથ અને સૌના વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવી દાદા પાસે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઑક, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી અને પાલિતાણાના અધિકારી, પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમુખ્યમંત્રી નૂતનવર્ષે ગાંધીનગર-અમદાવાદમાં શુભેચ્છા આપ-લે કરશે
Next article કલાત્મક રંગોળી…