વિક્રમ સંવત ર૦૭૪ની શરૂઆત થઈ છે અને સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષે દેશના તમામ નાગરીકો એકબીજાને ગળે મળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે ત્યારે પાલીતાણા ખાતે મઢુલી ગ્રુપ દ્વારા યુવા પેઢીએ નવા વર્ષની ઉજવણી કાંઈક અનોખી રીતે કરી નૂતન વર્ષના પાવન પર્વને પાલીતાણા શહેરમાં વસતા ગરીબ પરિવારના ઘરે-ઘરે જઈને મિઠાઈ અને ભોજન કરાવીને સમગ્ર પાલીતાણા પંથકમાં એક અનોખી મિસાલ ઉભી કરી છે.



















