દામનગરથી ભીંગરાડ સુધીનો ૧૦ કી.મી. રસ્તો અતિ બિસ્માર

1067

દામનગરથી ભીંગરાડ વાયા છભાડીયા ૧૦ કી.મી. રોડની હાલત ખુબ જ ખરાબ છે. દામનગર વિસ્તારના લોકોને તાલુકા મથક લાઠી જવા માટે છભાડીયા, ભીંગરાડ, પ્રતાપગઢ થઈ વાહનો ચલાવતા હોય છે.

વિકાસની વાતો કરતા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ ર૦૧ર થી ૧૭ સુધી હતા છતાં કોઈ ધ્યાન આપ્યું નહીં હવે કોંગ્રેસના ધારાસભ્ય છે. નવ મહિના થયા વાહન ચાલકો પરેશાન છે. ભીંગરાડથી લાઠીનો રોડ ટનાટન છે. રસ્તાઓ બનાવવામાં પણ રાજકારણ રમાય છે. લોકો ચર્ચા કરતા હોય છે કે સત્તામાં ભાજપ છે ને ધારાસભ્ય કોંગ્રેસના હોય નાણા નથીનો જવાબ મળતો હશે..!!

દામનગરથી લાઠી વાયા ભુરખીયાનો રોડ નવીનીકરણ માટે મંજુર થયો છે તો દામનગરથી ભીંગ રોડના કેમ નહિં. આ દસ કી.મી. રોડ સીંગલ પટ્ટનીો ખાડા-ખડીયાઓ વાળો હોય મંજુર કરી નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.