ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાતો વીડિયો વાયરલ, પ્રિન્સિપાલે સફાઈ આપી

440

લિંબાયતમાં નગર પ્રાથમિક સમિતિની ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાતો વીડિયો વાઇરલ થયો છે. વીડિયોમાં નાના બાળકો ઝાડુ લઈને ગેલેરી સાફ કરતા હોવાનું નજરે પડે છે. આ અંગે ઉર્દુ શાળાના પ્રિન્સિપાલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વીડિયો બનાવવામાં આવ્યો છે વીડિયોમાં શિક્ષકો પણ સાફ સફાઈ કરી રહ્યા છે તે બતાવવામાં આવ્યું નથી.

ઉર્દુ શાળાના વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાતો વીડિયો વાઇરલ થવા અંગે મહેબૂબ શેખ (મહોલ્લાવાસી)એ જણાવ્યું હતું કે લગભગ લાંબા સમયથી બાળકોને ઝાડું પકડાવી સ્કૂલની ગેલેરી સાથે તમામ કલાસ રૂમ સાફ કરાવાઈ રહ્યા છે. આ તમામ બાળકો નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૨૩૪ના અને ધોરણ ૧થી ૮ના હોવાનું જાણવા મળ્યું છે. આચાર્ય સુલેમાન ચાંદ શેખને આ બાબતે પૂછતાં તેઓ એવું કહી રહ્યા છે કે સ્કૂલમાં પટ્ટાવાળા નથી. જેને લઈ તમામ વાલીઓમાં રોષ હોય એમ કહીં શકાય છે.

આચાર્ય સુલેમાન ચાંદ શેખે વીડિયો બનાવનાર પર આક્ષેપ કર્યો હતો કે, આ વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં શિક્ષકો પણ સાફ સફાઈ કરતા હોવાનું બતાવવામાં આવ્યું નથી. બે દિવસ પહેલા તમામ વિદ્યાર્થી અને શિક્ષકોએ સફાઈ કરી હતી. વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલમાં પટ્ટાવાળાઓ નથી. સવારે સફાઈકર્મીઓ સફાઈ કરી જતા રહે છે.

Previous articleઝઘડા બાદ પતિની નજર સામે જ મહિલાએ તળાવમાં ભૂસ્કો માર્યો, ડૂબી જતા મોત
Next articleડુંગળીના હબ ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ૨૦ કિલો ડુંગળી રૂ. ૯૫૦ના ભાવે વેચાઈ