જંગલના ખુંખાર હિંસક પ્રાણી દિપડી બે બચ્ચા સહિત રાજુલા શહેરમાં ઘુસ્યા. લોકોમાં અફડાતફડીનો માહોલ છવાયો. વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર રાજ્યગુરૂ દ્વારા પીંજરૂ મુકાયું.
જંગલના વન્યપ્રાણીઓ સિંહ, દિપડા તેના ઘરછોડી રેવન્યુ વિસ્તારમાં પગદંડો જમાવ્યો અને તેમાંય છેલ્લા પંદર દિવસથી રાજુલા શહેરમાં દેખો દેતા લોકોમાં ગભરાટભર્યો માહોલ તો હતો પણ તેમાં વધારે બે દિવસ પહેલા જોવા મળ્યો. હિંસક દિપડી તેના ર બચ્ચા સાથે શહેરમાં લટાર મારતા દેખાતા અફડાતફડીનો માહોલ છવાયો. બાજુમાં જ વાડી વણમાં ઘુસી જતા વન વિભાગના ફોરેસ્ટર રાજ્યગુરૂને જાણ કરતા રાજ્યગુરૂ દ્વારા દીપડા પકડવાનું પીંજરૂ બાજુની વાડીમાં પીંજરાની અંદર મારણ બાંધી દીપડા પકડવા માટે એક બકરાની બદલી ચડાવવી પડે છે. નિયમ મુજબ તે બકરોય ભુખ્યો મરી જશે પણ દિપડી કે તેના બચ્ચા હજુ પકડયા ન હોવાથી આ વિસ્તાર કોશીકનગરમાં દહેશતભર્યો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે.