ગરીબોને કપડા, મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી

863
guj25102017-4.jpg

રાજુલાના જયમાં ભવાની યુવા ગૃપ દિવાળી મહાપર્વની અનોખી રીતે ઉજવણી કરી ગરીબોના ઝુંપડામાં જઈ કપડા, મીઠાઈ અને ફટાકડા સહિતના વિતરણ સાથે પ્રેરણાદાયક ઉજવણી કરી હતી.રાજુલાના જયમાં ભવાની યુવા ગ્રુપ બાબરીયાવાડમાં દિવાળીની ઉજવણી ગરીબ લોકોના ઝુંપડામાં જઈ ગરીબ ભુલકાઓને પ્રથમ તો કપડા, મીઠાઈ અને ફટાકડા સહિતનું વિતરણ કરાયું. અન્યોના પ્રેરણારૂપ આ કાર્યક્રમમાં જય માં ભવાની યુવા ગૃપના જયરાજસિંહ વાળા, તુષારભાઈ રેણુકા, હર્ષદભાઈ હડીયા, લાલભાઈ મરમલ, ધમભા બારોટ, વિવેકભાઈ રાયચા, ધર્મેન્દ્રભાઈ દુધરેજીયા, રણધીરસિંહ શ્યાન તેમજ મિત્રો દ્વારા સહભાગી બની અન્યોને પ્રેરણાદકય દિવાળીની ઉજવણી કરાઈ. 

Previous article રાજુલાના હિંડોળા નજીક કવ્વાલી પ્રોગ્રામ સાથે દાતાર પીરના ઉર્ષની થયેલી ઉજવણી
Next article ખાંભાના બોરાળા ગામે ગૌશાળાના લાભાર્થે શુક્રવારે ભવ્ય લોક ડાયરાનું આયોજન થશે