ભંડારિયાનું એકમાત્ર એટીએમ દિવસોથી બંધ, લોકો પરેશાન

712
guj25102017-1.jpg

ભંડારિયામાં રાષ્ટ્રીયકૃત એવી યુનિયન બેંક ઓફ ઇન્ડીયાનું એટીએમ છેલ્લા કેટલાક દિવસોથી બંધ રહેતા પ્રબળ કચવાટ સાથે એટીએમ ધારકો અને બેંકના ગ્રાહક વર્ગમાં રોષ ફેલાયો છે.છેલ્લા ઘણા દિવસોથી એટીએમ બંધ છે જે દિવાળીના દિવસોમાં પણ શરૂ કરવા બેંક સત્તાધીશોએ ધ્યાન નહીં આપતા ખાતામાં પૈસા હોવા છતાં ગ્રાહકોને કામ લાગ્યા ન હતા. ભંડારિયામાં આ એક માત્ર એટીએમ છે જેમાં પૈસા ખૂટી પડવાના અનેક બનાવો છે પરંતુ હમણાં એક માસ કરતા પણ વધુ સમયથી એટીએમ બંધ છે . શટર જ  ખોલવામાં આવતું નહી હોવાની ગ્રાહક વર્ગમાંથી ભારે ફરિયાદો ઉઠી છે. ત્યારે આ સંદર્ભે બેંકના ઉચ્ચ સત્તાધીશો તપાસ કરી યોગ્ય ઘટતું કરે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
કેન્દ્ર સરકાર ડીજીટલ ઇન્ડીયા માટે પ્રયત્નશીલ છે ત્યારે અહીં એટીએમ દિવસોથી બંધ રાખવામાં આવ્યું છે. ગ્રાહકની સેવા સુવિધા પ્રત્યે બેંક સત્તાધીશોના આંખ આડા કાન ભારે ટીકાસ્પદ બન્યા છે.